Judges 3:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તરવારની સાથે હાથો પણ અંદર પેસી ગયો, તેના પાછળના ભાગમાંથી અણી બહાર આવી અને તે અણી ઉપર ચરબી ભરાઈ ગઈ, કેમ કે એહૂદે તે તરવાર તેના પેટમાંથી પાછી બહાર ખેંચી કાઢી નહોતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આખી તલવાર તેના હાથા સાથે ધૂસી ગઈ અને તેના પર ચરબી ફરી વળી. એહૂદે રાજાના પેટમાંથી તેને ખેંચી કાઢી નહિ. તલવાર પછવાડે ફૂટી નીકળી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફળ સાથે હાથો પણ અંદર પેસી ગયો, અને ફળની આસપાસ ચરબી ઠરી રહી, કેમ કે તેણે તેના પેટમાંથી કટાર ખેંચી કાઢી નહિ; અને તે પાછળ કૂટી નીકળી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તરવારના પાના પછી મૂઠ પણ અંદર ઊતરી ગઈ અને તેના ઉપર ચરબી ફરી વળી, કારણ, એહૂદે તરવાર પાછી ખેંચી કાઢી નહોતી.