Judges 3:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એહૂદના ગયા પછી, રાજાના નોકરો અંદર આવ્યા; તેઓએ જોયું કે ઉપરની ઓરડીના બારણાએ તાળું મારેલું હતું, તેઓએ વિચાર્યું કે, "ચોક્કસ તે ઉપરની ઠંડી ઓરડીમાં પોતાની રીતે આરામ કરતો હશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એહૂદ ચાલ્યો ગયો. રાજાના નોકરોએ આવીને જોયું તો બારણા પર કળ ચડાવી દીધેલી હતી; પણ તેમણે ધાર્યું કે રાજા ઠંડકવાળી ઓરડીમાં હાજતે ગયા હશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે તેના બહાર ગયા પછી તેના નોકરો આવ્યા. અને તેઓએ જોયું, તો જુઓ દીવાનખાનાં બારણાંને કળ દીધેલી હતી. અને તેઓએ કહ્યું, “બેશક શીતળ ઓરડીમાં તે હાજતે ગયો હશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના ચાલ્યાં ગયા પછી એગ્લોનના નોકરો આવ્યા અને બારણાંને તાળું માંરેલું જોઈ તેમણે ધાર્યું કે રાજા ઠંડી ઓરડીના અંદરના ભાગમાં બાથરૂમમાં ગયા હશે.