Judges 3:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે જ સમયે તેઓએ મોઆબના આશરે દસ હજાર પુરુષોને મારી નાખ્યા, તેઓ સર્વ મજબૂત અને શૂરવીર પુરુષો હતા. તેઓમાંનો એકપણ બચ્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે દિવસે તેમણે સશક્ત અને શૂરવીર એવા દસ હજાર મોઆબી સૈનિકોનો સંહાર કર્યો; એકેયને છટકી જવા દીધો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે વેળાએ તેઓએ મોઆબના આશરે દશ હજાર પુરુષોને માર્યા, એટલે સર્વ મજબૂત તથા સર્વ શૂરવીર પુરુષને, એક પણ પુરુષ બચી ગયો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે પછી તેમણે મોઆબીઓ પર હુમલો કરી તેઓના આશરે 10,000 શૂરવીર ખડતલ મોઆબી યોદ્ધાઓને માંરી નાખ્યા. એક પણ બચવા ન પામ્યો.