Judges 3:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માટે ઈશ્વરનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો અને તેમણે અરામ-નાહરાઈમના રાજા કૂશાન-રિશાથાઈમના હાથમાં તેઓને વેચી દીધા. આઠ વર્ષ સુધી ઇઝરાયલના લોકો કૂશાન-રિશાથાઈમને તાબે રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેમણે તેમને મેસોપોટેમિયાના રાજા કૂશાન-રિશઆથાઈમને સ્વાધીન કરી દીધા, અને તેઓ આઠ વર્ષ સુધી તેના તાબામાં રહ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માટે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેમણે અરામ-નાહરાઈમના રાજા કૂશાન-રિશાથાઈમના હાથમાં તેઓની વેચી દીધા. અને આઠ વર્ષ સુધી ઇઝરાયલી લોકો કૂશાન-રિશાથાઈમને તાબે રહ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી ઈસ્રાએલીઓ ઉપર યહોવાનો કોપ ભભૂકી ઊઠયો અને તેણે તેમને અરામ-નાહરાઈમના રાજા કૂશાન રિશઆથાઈમના દ્વારા હરાવ્યા, અને આઠ વર્ષ સુધી તેઓએ તેની ગુલામી કરી.