Judges 4:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સીસરાએ તેને કહ્યું, "કૃપા કરીને મને થોડું પાણી આપ, કેમ કે મને તરસ લાગી છે." તેણે એક મશક ઉઘાડીને તેને પીવાને દૂધ આપ્યું અને તેણે તેના પર ફરીથી ધાબળો ઓઢાડી દીધો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તેને કહ્યું, “મહેરબાની કરી મને થોડું પાણી પીવડાવ; કારણ, મને તરસ લાગી છે.” તેણે ચામડાની મશકમાંથી તેને દૂધ પાયું અને ફરી પાછો સંતાડી દીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સીસરાએ તેને કહ્યું, “કૃપા કરીને મને થોડું પાણી પા; કેમ કે મને તરસ લાગી છે.” યાએલે એક મશક ઉઘાડીને તેને દૂધ પાયું, ને તેના પર [ધાબળી] ઓઢાડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સીસરાએ યાએલને કહ્યં, “મને તરસ લાગી છે, મને પીવા માંટે થોડું પાણી આપ.” તેથી તેણીએ તેને દૂધની ભરેલી મશક આપી અને ફરી તેને ઢાંકી દીધો.