Judges 4:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યાએલ હેબેરની પત્ની તંબુમાં અણીદાર લાકડું તથા હાથમાં હથોડી લઈને છાનીમાની તેની પાસે ગઈ, કેમ કે તે ભરનિદ્રામાં હતો, તેણે તેના માથામાં તે લાકડું માર્યું અને તે તેને વીંધીને જમીનમાં પેસી ગયું. એથી તે મૂર્છા ખાઈને મરણ પામ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સીસરા એટલો થાકી ગયો હતો કે તે ઘસઘસાટ ઊંઘી ગયો. પછી યાએલ એક હથોડો અને તંબુનો ખીલો લઈને ચૂપકીદીથી તેની પાસે ગઈ અને ખીલો તેની ખોપરીની આરપાર જમીન સુધી ઠોકી દીધો, એટલે તે મરી ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી હેબેરની પત્ની યાએલ તંબુની એક મેખ લઈને તથા હાથમાં મોગરી લઈને, ધીમે ધીમે તેની પાસે ગઈ, ને તેનાં લમણાંમાં તે મેખ ઠોકી દીધી ને તે તેમાંથી પાર થઈને જમીનમાં પેઠી. કેમ કે તે ભરનિદ્રામાં હતો. પછી તે મૂર્છા ખાઈને મરી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ તે ખૂબ થાકેલો હતો અને જલદીથી ઘસઘસાટ સૂઈ ગયો ત્યારે હેબરની પત્ની યાએલે એક હથોડો અને તંબુનો ખીલ્લો લઈને સીસરાના માંથામાં ઠોકી દીધો તેથી સીસરો આમ મૃત્યુ પામ્યો.