Judges 4:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેવો બારાક સીસરા પાછળ પડ્યો હતો, તેવી યાએલ તેને મળવાને આવી અને તેને કહ્યું, "આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું." જેથી તે તેની સાથે અંદર ગયો, તેણે જોયું કે સીસરા માથામાં અણીદાર ભોંકેલા લાકડા સાથે ત્યાં મૃત અવસ્થામાં પડેલો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે બારાક સીસરાને શોધતો શોધતો આવ્યો ત્યારે યાએલ તેને મળવાને બહાર ગઈ અને તેને કહ્યું, “અંદર આવો, જેને તમે શોધો છો તે માણસ હું તમને બતાવીશ.” તેથી તે તેની સાથે અંદર તંબુમાં ગયો તો સીસરા જમીન પર મરેલો પડયો હતો અને તંબુનો ખીલો તેની ખોપરીની આરપાર ઠોકેલો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જુઓ, બારાક સીસરાની પાછળ પડેલો હતો, ત્યારે યાએલે તેને મળવા બહાર આવીને તેને કહ્યું, “આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું.” અને તે તેની પાસે ગયો. તો જુઓ, સીસરા મરણ પામેલો પડ્યો હતો, ને મેખ તેનાં લમણાંમાં હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે સીસરાને શોધતો શોધતો બારાક ત્યાં આવ્યો ત્યારે યાએલે આવીને તેને કહ્યું, “આવો, તમે જે માંણસને શોધો છો તે હું બતાવું.” તે તેની સાથે તંબુમાં ગયો અને ત્યાં તંબુનો ખીલ્લો જોયો જે સીસરાના માંથામાં હતો અને તે મૃત પડયો હતો.