Judges 4:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે કહ્યું, "હું નિશ્ચે તારી સાથે આવીશ. તોપણ, તું જે આગેવાની કરવાનો છે તેમાં તને જશ મળશે નહિ, કેમ કે ઈશ્વર એક સ્ત્રીની તાકાતથી સીસરાને હરાવશે." પછી દબોરા ઊભી થઈ અને બારાકની સાથે કેદેશ ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દબોરાએ કહ્યું, “ભલે, હું તારી સાથે આવીશ, પણ તને વિજયનો જરાયે જશ મળશે નહિ; કારણ, પ્રભુ એક સ્ત્રીના હાથમાં સીસરાને સોંપી દેશે.” આમ દબોરા બારાક સાથે કેદેશ જવા ઊપડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે કહ્યું, “હું તારી સાથે નિશ્ચે આવીશ. પણ તું જે કૂચ કરવાનો છે તેમાં તને જશ મળશે નહિ. કેમ કે યહોવા એક સ્‍ત્રીના હાથમાં સીસરાને વેચી દેશે.” પછી દબોરા ઊઠીને બારાકની સાથે કેદેશ ગઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે જવાબ આપ્યો, “હું તારી સાથે જરૂર આવીશ; પણ સીસરાને જીતવાનું શ્રેય તને મળશે નહિ, કારણ યહોવા સીસરાને એક સ્ત્રીના હાથમાં સોંપી દેનાર છે.” ત્યારબાદ દબોરાહ ઊભી થઈ અને બારક સાથે કેદેશ ગઈ.