Judges 5:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે પોતાના હાથમાં મેખ લીધી અને પોતાના જમણાં હાથમાં મજૂરની હથોડી લીધી; અને તે હથોડીથી તેણીએ સીસરાને માર્યો; તેણે તેનું માથું કચડી નાખ્યું, તેણે તેનું માથું વીંધ્યું અને તેની આરપાર ખીલો ઘુસાડી દીધો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે એક હાથમાં તંબુની મેખ લીધી, તો બીજા હાથમાં કારીગરનો હથોડો લીધો; તેણે સીસરા પર ઘા કર્યો અને તેની ખોપરી કચડી નાખી; તેણે તેના માથાને આરપાર વીંધી નાખ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે પોતાના [એક] હાથમાં મેખ લીધી, અને જમણા હાથમાં મજૂરની મોગરી લીધી; અને તે મોગરીથી તેણે સીસરાને મારી નાખ્યો, તેણે તેના માથાની આરપાર [મેખ] ઠોકી દીધી, હા, તેણે તેનાં લમણાં વીંધી નાખ્યાં, અને તેમની આરપાર તે ઠોકી દીધી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે હાથ લંબાવીને તંબુનો ખીલો લીધો, અને જમણે હાથે તેણે કારીગરનો હથોડો ઉપાડયો, પછી સીસરાના માંથામાં તે આરપાર ઠોકી દીધો.