Judges 5:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સીસરાની માતાએ બારીમાંથી જોયું, જાળીમાંથી દુઃખી થઈને પોક મૂકીને કહ્યું, 'તેના રથને આવતાં આટલી બધી વાર કેમ લાગી? તેના રથોનાં પૈડાં કેમ વિલંબ કરે છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સીસરાની માતા બારીમાંથી ડોકિયું કરે છે. તે જાળીવાળી બારી પાછળથી બૂમ પાડે છે. તેણે પૂછયું, “તેના રથને આવતાં કેમ વિલંબ થાય છે? તેના રથોનો ગડગડાટ સાંભળવામાં વિલંબ કેમ થાય છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સીસરાની માએ બારીમાંથી જોયું, અને જાળીમાંથી મોટો ઘાંટો કાઢીને કહ્યું, ‘તેના રથને આવતાં આટલી વાર કેમ? તેના રથના પૈડાં કેમ વિલંબ કરે છે?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“સીસરાની માં બારીમાંથી જોવા માંટે ડોકું કાઢે છે, અને મોટેથી ચીસ પાડે છે, ‘હજી તેનો રથ આવતો કેમ નથી? હજી તેના ઘોડા પાછા કેમ ફરતા નથી?’