Judges 6:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઈશ્વરનો દૂત આવીને ઓફ્રામાં અબીએઝેરી યોઆશનું જે એલોન વૃક્ષ હતું તેની નીચે બેઠો, ત્યાં યોઆશનો દીકરો, ગિદિયોન, મિદ્યાનીઓથી સંતાઈને દ્રાક્ષાકુંડની અંદર ઘઉં ઝૂડતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પ્રભુનો દૂત ઓફ્રા ગામે આવ્યો અને અબીએઝેરના ગોત્રમાં યોઆશના મસ્તગીવૃક્ષ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે તે રીતે દ્રાક્ષાકુંડમાં ઘઉં ઝૂડતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆશનું એલોન વૃક્ષ જે ઓફ્રામાં હતું તેની નીચે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘુઉં ઝૂડતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દિવસ યહોવાનો દૂત અબીએઝેરી કુટુંબના યોઆશની માંલિકોના ઓફ્રાહ ગામે ગયો હતો અને ઓકના ઝાડ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજર ન પડે માંટે દ્રાક્ષના કોલુમાં ઘઉં ઝૂડતો હતો.