Judges 6:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગિદિયોને તેને કહ્યું, "મારા માલિક, જો ઈશ્વર અમારી સાથે હોય, તો શા માટે આ બધું અમારી પર આવી પડે છે? તેમનાં અદ્દભુત કાર્યો વિષે અમારા પિતૃઓએ અમને જણાવ્યું છે, તેઓએ કહ્યું 'શું ઈશ્વર અમને મિસરમાંથી કાઢી લાવ્યા નથી?' તોપણ તેમણે તો અમને તજી દીધા છે અને અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગિદિયોને તેને કહ્યું, “હે મહાશય, પ્રભુ અમારી સાથે છે તો અમારે માથે આ બધું કેમ આવી પડયું છે? અમારા પૂર્વજો અમને કહેતા તેમ પ્રભુ તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા ત્યારે તેમણે જે સર્વ અદ્‍ભુત કામો કર્યાં તે ક્યાં છે? પ્રભુએ અમને તરછોડી દીધા છે અને અમને મિદ્યાનીઓને સ્વાધીન કર્યા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ગિદિયોને તેને કહ્યું, “મારા ધણી, જો યહોવા અમારી સાથે હોય, તો અમારે માથે આ સર્વ [વિપત્તિઓ] કેમ આવી પડી છે? યહોવા અમને મિસરમાંથી કાઢી નથી લાવ્યા શું, એમ કહીને અમારા પિતૃઓ તેના જે સર્વ ચમત્કારો વિષે અમને કહેતા હતા તે ક્યાં છે? પણ હમણાં તો યહોવાએ અમેન તજી દીધા છે, ને મિદ્યાનીઓના હાથમાં અમને સોંપી દીધા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી ગિદિયોને કહ્યું, “માંરા યહોવા, જો યહોવા સાચે જ માંરી અને ઈસ્રાએલીઓની પડખે હોય તો અમને આ બધું શું થયું? અમાંરા પિતૃઓએ અમને યહોવાના પ્રચંડ કાર્યો વિષે કહ્યું હતું જ્યારે તેઓ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતાં, અને જ્યારે તેઓએ આ વિષે વાત કરી ત્યારે તેઓએ અદભૂત શોર્ય અને મહાન ઘટનાનું વર્ણન કર્યુ હતું. તે બધાં કયાં ગયા? હવે આજે તો યહોવાએ અમાંરો ત્યાગ કર્યો છે અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે.”