Judges 6:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે ઈશ્વરના દૂતે પોતાના હાથમાંથી લાકડીના છડાથી માંસ અને બેખમીર રોટલીને સ્પર્શ કર્યો; ખડકમાંથી અગ્નિ નીકળ્યો અને માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. પછી ઈશ્વરનો દૂત અદ્રશ્ય થઈ ગયો પછી ગિદિયોન તેને જોઈ શક્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પ્રભુના દૂતે પોતાના હાથમાંની લાકડી લંબાવીને તેના છેડાથી માંસ અને રોટલીને સ્પર્શ કર્યો. તરત જ ખડકમાંથી અગ્નિએ નીકળીને માંસ તથા રોટલીને ભસ્મ કરી દીધાં. પછી પ્રભુનો દૂત અદૃશ્ય થઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની છડી લંબાવીને તે માંસ તથા બેખમીર રોટલીને અડકાડી. અને ખડકમાંથી અગ્નિએ નીકળીને તે માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. અને યહોવાનો દૂત અંતર્ધાન થઈ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની લાકડી લંબાવીને તેની અણી માંસને અને બેખમીર રોટલીને અટકાડી. તરત જ ખડકમાંથી અગ્નિ પ્રગટયો અને તે માંસને તથા રોટલીને સ્વાહા કરી ગયો. અને એ જ ક્ષણે યહોવાનો દૂત અલોપ થઈ ગયો.