Judges 6:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ગિદિયોને પોતાના દસ સેવકોને લઈને, ઈશ્વરે તેને જે કરવાનું કહ્યું હતું તે કર્યું. તે દિવસે પોતાના પિતાના ઘરનાંથી તથા નગરના પુરુષોથી ગભરાતો હતો, તેથી તેણે રાત્રે યજ્ઞવદી બનાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ગિદિયોને પોતાના નોકરોમાંથી દસને લીધા અને પ્રભુએ તેને કહ્યું હતું તે પ્રમાણે કર્યું. પોતાના કુટુંબ અને નગરના લોકોથી તે ખૂબ ગભરાતો હોવાથી તેણે તે કામ દિવસે નહિ કરતાં રાત્રે કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ગિદિયોને પોતાના દશ માણસોને લઈને જેમ યહોવાએ તેને કહ્યું હતું તેમ કર્યું. અને એમ થયું કે તે પોતાના પિતાના ઘરનાંથી તથા નગરના લોકોથી બીતો હતો, એથી દિવસે તો એ કામ તે કરી શક્યો નહિ, પણ રાત્રે તેણે તે કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ગિદિયોને દસ નોકરોને લઈને યહોવાના કહ્યાં પ્રમાંણે કર્યું. પણ તેને પોતાનાં કુટુંબીજનોની અને ગામ લોકોની બીક લાગતી હતી એથી તેણે આ કામ દિવસે ન કરતાં રાત્રે કર્યું.