Judges 6:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોઆશે તેની સામે ઊભા રહેલા સર્વ લોકોને કહ્યું, "શું તમે બાલના પક્ષમાં બોલશો? કે શું તમે તેને બચાવશો? જે માણસ તેના પક્ષમાં વિવાદ કરે તે સવાર થતાં પહેલાં માર્યો જાય; જો બાલ દેવ હોય તો તે પોતે પોતાના પક્ષમાં બોલે, કેમ કે કોઈ એકે તેની વેદી તોડી પાડી છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ યોઆશે પોતાની સામે ઊભેલા લોકોને કહ્યું, “તમે બઆલના પક્ષમાં દલીલ કરો છો? તમે તેનો બચાવ કરવા માગો છો? એના પક્ષે દલીલ કરનાર જે કોઈ હોય તેને આવતી કાલ સવાર પહેલાં મારી નાખવામાં આવશે. બઆલ દેવ હોય તો તે પોતાનો બચાવ કરે. એની વેદી તો તોડી પાડવામાં આવી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યોઆશે તેની સામા ઊભા રહેલા સર્વ લોકોને કહ્યું, “શું તમે બાલના પક્ષમાં બોલશો? અથવા શું તમે તેને બચાવશો? જે કોઈ તેના પક્ષમાં બોલે તે સવાર થતાં પહેલાં માર્યો જાય. જો તે ઈશ્વર હોય તો તે પોતે પોતાનો બચાવ કરે, કેમ કે કોઈકે તેની વેદી તોડી પાડી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યોઆશે તેની સામે ભેગા થયેલાં લોકોને કહ્યું, “તમે શા માંટે બઆલનો પક્ષ લો છો? શા માંટે તમે તેને બચાવવા માંગો છો? જે કોઈ બઆલનો પક્ષ કરશે તેને સવાર થતાં પહેલાં માંરી નાખવામાં આવશે. જો બઆલ ખરેખરા દેવ હોય અને કોઈ તેની વેદી તોડી પાડે તો તે પોતાની જાતનો બચાવ કરે.”