Judges 6:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઊઠીને ઊન દબાવ્યું, ત્યારે તે જ પ્રમાણે થયું, ઊનને નિચોવતાં એક વાટકો ભરાય તેટલું ઝાકળનું પાણી નીકળ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તે જ પ્રમાણે થયું. બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઊનને નીચોવ્યું તો તેમાંથી પ્યાલાભર ઝાકળનું પાણી નીકળ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમ જ થયું; કેમ કે બીજે દિવસે મળસકે ઊઠીને તેણે ઊન દબાવ્યું, ત્યારે ઊન નિચોવતાં પ્યાલો ભરાય એટલું ઝાકળનું પાણી નીકળ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને એ જ પ્રમાંણે થયું. બીજા દિવસે તે સવારમાં વહેલો ઊઠયો, અને તેણે ઊનને નીચોવ્યું, તો તેમાંથી કટોરો ભરાય એટલું ઝાકળ નીકળ્યું.