Judges 7:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ જે કહે તે સાંભળ અને પછી છાવણીમાં હુમલો કરવા માટે તું બળવાન થશે." તેથી ગિદિયોન તેના દાસ પુરાહ સાથે સૈન્યની સૌથી છેવાડી શસ્ત્રધારીઓની ટુકડી નજીક આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની વાતો સાંભળીને તને હુમલો કરવાની હિંમત આવશે.” તેથી ગિદિયોન પોતાના નોકર પુરાને લઈને શત્રુની છાવણીના છેડે ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ જે કહેતા હોય તે સાંભળ. અને પછી છાવણી પર ઊતરી પડવાને તારા હાથ બળવાન થશે.” ત્યારે તે તેના દાસ પુરાહને લઈને છાવણીમાંના શસ્ત્રધારીઓની સૌથી છેવાડી ટુકડી નજીક આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓની વાત ધ્યાનથી સાંભળ, અને તને પુષ્કળ પ્રોત્સાહન મળશે.” તેથી તે પોતાના નોકર પુરાહને લઈને રાતના અંધારામાં દુશ્મનોની છાવણીમાં મિદ્યાનીઓની લશ્કરી ટૂકડી પાસે ત્યાં ગયો.