Judges 7:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો મેદાનની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. તેઓના ઊંટો સમુદ્રના કાંઠાની રેતી જેટલાં અગણિત હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના લોકો તીડોનાં ટોળાંની જેમ ખીણમાં પડયા હતા. તેમની પાસે સમુદ્ર કિનારાની રેતીના રજકણોની જેમ સંખ્યાબંધ ઊંટો હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ દિશા સર્વ લોકો ખીણની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. અને તેઓનાં ઊંટ સમુદ્રના કાંઠાની રેતીની જેમ અગણિત હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિદ્યાનીઓ, અમાંલેકીઓ તથા પૂર્વની અન્ય પ્રજાઓ અસંખ્ય સૈનિકોની સાથે તીડોની જેમ ખીણમાં પથરાયેલી હતી, તેમની પાસે દરિયાની રેતીની જેમ પથરાયેલા અસંખ્ય ઊંટ હતાં.