Judges 7:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બીજા માણસે કહ્યું, "એ તો યોઆશના દીકરા, ગિદિયોનની તરવાર વગર બીજું કંઈ નથી. ઈશ્વરે મિદ્યાનીઓ તથા તેના સર્વ સૈન્યને તેના હાથમાં સોંપ્યાં છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના મિત્રે જવાબ આપ્યો, “એ તો ઇઝરાયલીઓની, યોઆશના પુત્ર ગિદિયોનની તલવાર છે! એ વિના એનો બીજો કોઈ અર્થ હોઈ શકે નહિ. ઈશ્વરે તેને મિદ્યાનીઓ અને સમસ્ત સૈન્ય પર વિજય પમાડયો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના સાથીએ ઉત્તર આપ્યો, “એ તો ઇઝરાયલના માણસ યોઆશના દીકરા ગિદિયોનની તરવાર વગર બીજું કંઈ નથી. મિદ્યાનને તથા તેના સર્વ સૈન્યને ઈશ્વરે તેના હાથમાં સોંપ્યા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજા માંણસે જવાબ આપ્યો, “જરૂર, એ ઈસ્રાએલી યોઆશના પુત્ર ગિદિયોનની તરવાર જ હોવી જોઈએ. તારા સ્વપ્નનો એ જ ખુલાસો હોઈ શકે. દેવે મિદ્યાનને અને એના આખા સૈન્યને ગિદિયોનના હાથમાં સોંપી દીધાં છે.”