Judges 7:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ગિદિયોન તથા તેની સાથે સો પુરુષો અડધી રાત્રે છાવણીના છેવાડા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો ગોઠવ્યો હતો. તેઓએ રણશિંગડાં વગાડીને પોતાના હાથમાંના ઘડા ફોડ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મધરાત પહેલાં પહેરો બદલાયો તે પછી થોડા જ સમય બાદ ગિદિયોન અને તેના સો માણસો છાવણીના છેડે આવી પહોંચ્યા. પછી તેમણે રણશિંગડાં વગાડયાં, અને પોતાના હાથમાંના ઘડા ફોડી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ ગિદિયોન તથા તેની સાથેના સો માણસ વચલા પહોરના આરંભમાં છાવણીના સૌથી છેલ્લા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો મૂકાયો હતો. અને તેઓએ રણશિંગડાં વગાડ્યાં, તથા ઘડા ફોડી નાખ્યા, ને ડાબે હાથે દીવા પકડ્યા, ને જમણા હાથમાં વગાડવાનાં રણશિંગડાં લીધાં. અને તેઓએ એવો લલકાર કર્યો કે ‘યહોવાઅની તથા ગિદિયોનની તરવારની જે!”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિદ્યાન પાસે ગિદિયોન અને તેની સાથેના 100 માંણસો મધરાતી ચોકીની શરૂઆતમાં જ્યારે તેઓએ સંત્રીઓ હજી હમણાં જ બદલ્યા હતા. ત્યાં છાવણીમાં પહોંચ્યા એ લોકોએ તેમના રણશિંગડાં ફૂંકયાં અને હાથમાંની બરણીઓ ફોડી નાખી.