Judges 7:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ગિદિયોન લોકોને પાણીની પાસે લાવ્યો અને ઈશ્વરે તેને કહ્યું, "પ્રત્યેક જણ જે શ્વાનની માફક જીભથી લખલખાવીને પાણી પીએ, તેને અલગ કર, અને જે પાણી પીવા સારુ ઘૂંટણીએ પડે તેઓને પણ અલગ કર."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગિદિયોન તેના માણસોને જળાશયે લઈ ગયો, અને પ્રભુએ તેને કહ્યું, “કૂતરાની જેમ જીભથી લખલખાવીને પાણી પીનારા અને ધૂંટણિયે પડીને પાણી પીનારા એવા બન્ને પ્રકારના લોકોને જુદા પાડ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે લોકોને તે પાણીની પાસે લાવ્યો. અને યહોવાએ ગિદિયોનને કહ્યું, “પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ, તેને તુમ જુદો કાઢ. અને પ્રત્યેક જણ જે પાણી પીવા માટે ઘૂંટણિયે પડે તેને પણ તેમ જ કર.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગિદિયોન બધા લોકોને પાણીના ઝરા પાસે લઈ ગયો. જ્યાં યહોવાએ તેને કહ્યું, “જે લોકો કૂતરાની જેમ પોતાની જીભ વડે પાણી પીશે તેમને એક બાજુ રાખ અને જેઓ પાણી પીવા માંટે ઘૂંટણિયે પડે તેમને બીજા સમૂહમાં રાખ.”