Judges 7:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે જેઓને પસંદ કરવામાં આવેલા તેઓએ પોતાનો સામાન તથા પોતાના રણશિંગડાં લીધાં. ગિદિયોને સર્વ ઇઝરાયલી માણસોને પોતપોતાના તંબુએ મોકલી દીધા, તેણે માત્ર ત્રણસો માણસોને પોતાની પાસે રાખ્યા. હવે મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ગિદિયોને બાકીના સર્વ ઇઝરાયલીઓને ઘેર મોકલી આપ્યા, પણ પુરવઠો અને રણશિંગડાં રાખનારા માત્ર પેલા ત્રણસોને રાખ્યા. મિદ્યાનીઓની છાવણી તેમની નીચે ખીણમાં હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે લોકોએ પોતાનું ભાથું તથા પોતાનાં રણશિંગડાં પોતાના હાથમાં લીધાં. અને તેણે સર્વ ઇઝરાયલીઓને તેમના તંબુએ મોકલી દઈને તે ત્રણસો માણસોને રાખ્યા. અને મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી ગિદિયોને 300 માંણસોને રાખીને બાકીના બધાને ઘરે પાછા મોકલ્યા, પણ આ માંણસોએ ખોરાક અને રણશિંગા પોતાના માંટે રાખી લીધાં. મિદ્યાનીઓની છાવણી તેઓની છાવણીની નીચેની ખીણમાં હતી.