Judges 8:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગિદિયોને કુંડળોનું એક એફોદ બનાવ્યું અને પોતાના નગર ઓફ્રામાં તે મૂક્યું અને સર્વ ઇઝરાયલીઓએ તેની ઉપાસના કરીને પોતાને વટાળ્યાં. તે ગિદિયોનને તથા તેના કુટુંબને માટે ફાંદારૂપ થઈ પડ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગિદિયોને સોનામાંથી એફોદ બનાવ્યું અને પોતાના વતન ઓફ્રામાં મૂકાયું. સર્વ ઇઝરાયલીઓએ પ્રભુનો ત્યાગ કર્યો અને એ એફોદની ઉપાસના કરવા ત્યાં જવા લાગ્યા. ગિદિયોન અને તેના કુટુંબ માટે એ ફાંદારૂપ થઈ પડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગિદિયોને તેનું એક એફોદ બનાવીને પોતાના નગરમાં, એટલે ઓફ્રામાં તે મૂક્યું; અને ત્યાં સર્વ ઇઝરાયલ તેની પાછળ વંઠી ગયા. અને તે ગિદિયોનને તથા તેના કુટુંબને ફાંદારૂપ થઈ પડ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગિદિયોને તેમાંથી એક એફોદ બનાવડાવ્યો અને તેની સ્થાપના પોતાના નગર ઓફ્રાહમાં કરી. બધા ઈસ્રાએલીઓ યહોવાને છોડીને તેની પૂજા કરવા લાગ્યા અને તે એફોદ ગિદિયોન અને તેના પરિવારના પતનનું કારણ થઈ પડ્યું.