Judges 8:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે સુક્કોથના લોકોને કહ્યું, "કૃપા કરીને મારી પાછળ આવનાર આ લોકોને રોટલી આપો, કેમ કે તેઓ થાકેલાં છે અને હું મિદ્યાનના ઝેબા તથા સાલ્મુન્ના રાજાઓની પાછળ પડ્યો છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ સુક્કોથમાં આવ્યા ત્યારે તેણે તે નગરના માણસોને કહ્યું, “મારા માણસોને કંઈક ખોરાક આપો. તેઓ સખત થાકી ગયા છે, અને હું ઝેબા અને સાલ્મુન્ના રાજાઓનો પીછો કરી રહ્યો છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે સુક્કોથના લોકોને કહ્યું, “કૃપા કરીને મારી પાછળ આવનાર આ લોકોને રોટલી આપો; કેમ કે તેઓ થાકેલા છે, ને હું મિદ્યાનના ઝેબા તથા સાલ્મુન્ના રાજાઓની પાછળ પડ્યો છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ગિદિયોને સુક્કોથના લોકોને કહ્યું, “માંરા સૈનિકોને ખાવા માંટે થોડી રોટલી આપશો? એ લોકો ખૂબ થાકી ગયા છે, અને અમે હજી મિદ્યાની રાજાઓ ઝેબાહ અને સાલ્મુન્નાનો પીછો કરી રહ્યાં છીએ.”