Judges 9:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, 'શું મારે મારો નવો દ્રાક્ષારસ જે ઈશ્વરને તથા માણસને આનંદિત કરે છે તે મૂકીને, બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે શા માટે જવું જોઈએ?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ દ્રાક્ષવેલાએ જવાબ આપ્યો, ‘દેવો અને માણસોને આનંદ પમાડનાર મારો દ્રાક્ષાસવ પેદા કરવાનું પડતું મૂકીને હું તમારા પર શાસન ચલાવવા આવું?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, ‘મારો દ્રાક્ષાશ્રવ જે ઈશ્વરને તથા માણસોને મગ્ન કરે છે તે મૂકીને, શું વૃક્ષો પર આમતેમ ઝોલાં ખાવાને હું આવું?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પણ તેમણે જવાબ આપ્યો, ‘વૃક્ષોનો રાજા બનવા માંટે થઈને દેવ અને માંણસોને આનંદિત કરનાર દ્રાક્ષારસ ઉપજાવવાનું હું શા માંટે છોડી દઉં?’