Judges 9:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેથી શખેમના આગેવાનોએ પર્વતના શિખર પર લાગ તાકીને તેના પર છાપો મારનારાઓને બેસાડ્યા અને જે સર્વ તેઓની પાસે થઈને તે માર્ગે જતા હતા તે સર્વને તેઓ લૂંટી લેતાં હતા. આ બાબત અબીમેલેખને જણાવવાંમાં આવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શખેમના માણસોએ પર્વતના શિખરો પર અબિમેલેખ વિરુદ્ધ માણસો સંતાડી રાખ્યા હતા અને તેઓ રસ્તે જતા આવતા સૌને લૂંટી લેતા. અબિમેલેખને એ વાતની ખબર પડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શખેમના માણસોએ પર્વતોનાં શિખર પર તેને માટે લાગ તાકીને સંતાઈ રહેનારાઓને બેસાડ્યા, અને જે કોઈ તેઓની પાસે થઈને તે માર્ગે જતું, તે સર્વને તેઓ લૂંટી લેતા હતા. અને એ વાત અબીમેલેખને કોઈએ કહી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શખેમના લોકોએ અબીમેલેખની ચોકી કરવા પર્વતો પર ગુપ્તચરો, અબીમેલેખ ઉપર હુમલો કરવા તેમજ તેને લૂંટી લેવા માંટે ગોઠવ્યા; તેઓ તે રસ્તે જતા બધા જ માંણસોને લૂંટવા લાગ્યા અને અબીમેલેખને એની ખબર પડી ગઈ.