Judges 9:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે ઝબુલે તેને કહ્યું, "હવે તારા અભિમાની શબ્દો ક્યાં ગયા, તેં હમણાં જે કહ્યું હતું, "અબીમેલેખ કોણ છે કે અમે તેની સેવા કરીએ?' જે લોકોને તેં ધિક્કાર્યા છે તે શું એ નથી? હવે બહાર જઈને તેઓની વિરુદ્ધ લડાઈ કર."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે ઝબૂલે તેને કહ્યું, “તારી બધી બડાશની વાતો ક્યાં ગઈ? આપણે અબિમેલેખની તાબેદારી શા માટે કરવી એવું કહેનાર તું પોતે જ હતો. તું જેમની મજાક ઉડાવતો હતો એ જ આ માણસો છે. જા, હવે બહાર જઈને તેમની સાથે લડાઈ કર.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ઝબુલે તેને કહ્યું, “અબીમેલેખ કોણ છે કે અમે તેનું દાસપણું કરીએ, એમ કહીને તું જે બડાઈ કરતો હતો તેનું શું? જે લોકોને તેં ધિક્કાર્યા હતા તે શું એ નથી? મહેરબાની કરીને બહાર જઈને તેઓની સાથે લડ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે ઝબૂલે તેને કહ્યું, “હવે તારી બડાઈ કયાં ગઈ? તમે તો કહેતા હતાં કે, ‘એ અબીમેલેખ વળી કોણ છે? આપણે તેના ગુલામ થઈએ? તમે જેની મશ્કરી કરતા હતાં એ જ આ લોકો છે ને?’ તો પછી પડો મેદાને અને કરો યુદ્ધ.”