Judges 9:44 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબીમેલેખ તથા તેની સાથેની ટોળીઓએ આગળ ધસીને નગરના દરવાજાના પ્રવેશદ્વારને બંધ કરી દીધો. બીજી બે ટોળીઓએ જે લોકો મેદાનમાં હતા તે સર્વ ઊપર હુમલો કરીને તેઓને મારી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિમેલેખ અને તેની ટુકડીના માણસો નગરના પ્રવેશદ્વારનો કબજો લેવા પહોંચી ગયા, જ્યારે બાકીની બીજી બે ટુકડીઓએ ખેતરોમાં લોકો પર ત્રાટકીને તેમનો સંહાર કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અબીમેલેખ તથા તેની સાથેની ટોળીઓ આગળ ધસી જઈને, નગરના દરવાજાના નાકામાં ઊભા રહ્યા. અને પેલી બે ટોળીઓએ જે લોકો મેદાનમાં હતા તે સર્વ ઉપર ધસી જઈને તેઓને મારી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અબીમેલેખ અને તેની ટૂકડી આગળ વધીને શહેરના દરવાજાના પ્રવેશ દ્વાર આગળ ગોઠવાઈ ગઈ અને બીજી બે ટૂકડીઓએ જેઓ સીમમાં હતાં તેમના ઉપર તૂટી પડી અને તેમને પૂરા કર્યા,