Judges 9:45 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબીમેલેખે આખો દિવસ નગરની સામે લડાઈ કરી. તેણે નગરને કબજે કર્યું અને તેમાં જે લોકો હતા તેઓને મારી નાખ્યા. તેણે નગર તોડી પાડ્યું અને તેમાં મીઠું વેર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લડાઈ આખો દિવસ ચાલી. અબિમેલેખે નગરને સર કર્યું, તેના લોકોને મારી નાખ્યા, તેને તોડી પાડયું અને તે જમીન પર મીઠું પાથરી દીધું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે આખો દિવસ અબીમેલેખ નગરના લોકોની સાથે લડ્યો. અને તે નગર તેણે લીધું, તેમાં જે લોક હતા તેઓને મારી નાખ્યા, ને તેણે નગર તોડી પાડ્યું, ને તેમાં મીઠું વેર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આખો દિવસ યુદ્ધ ચાલ્યું. આખરે અબીમેલેખ શખેમ નગરને જીતી લીધું. તેણે નગરના સર્વ લોકોનો સંહાર કર્યો. અને નગરને ભોયભેગુ કરી નાખ્યું. અને ત્યાંની ભૂમિ પર મીઠું વેર્યું.