Judges 9:48 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબીમેલેખ તથા તેની સાથેના સર્વ લોકો સાલ્મોન પર્વત પર ગયા. અબીમેલેખે પોતાના હાથમાં એક કુહાડી લઈને વૃક્ષની ડાળીઓ કાપી. તેણે પોતાના ખભા પર મૂકીને તેની સાથેના લોકોને હુકમ કર્યો, "તમે મને જે કરતાં જોયો છે તે પ્રમાણે તમે પણ જલ્દીથી કરો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તે પોતાના માણસોને લઈને સાલ્મોન પર્વત પર ગયો. ત્યાં તેણે એક કુહાડો લઈને વૃક્ષની ડાળ કાપી; પછી તેણે તે પોતાને ખભે ઊંચકી લીધી. તેણે પોતાના માણસો પણ એ જ પ્રમાણે સત્વરે કરવા જણાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે અબીમેલેખ તથા તેની સાથેના સર્વ લોક સાલ્મોન પર્વત પર ચઢ્યા. અને અબીમેલેખે પોતાના હાથમાં કુહાડી લઈને વૃક્ષની એક ડાળ કાપી, ને તે લઈને પોતાને ખભે મૂકી; અને પોતાની સાથેના લોકોને તેણે કહ્યું, “મને જે કરતાં તમે જોયો છે તે પ્રમાણે તમે પણ જલદીથી કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે તે પોતાના સૈનિકો સાથે સાલ્મોન પર્વત પર ગયા, તેણે કુહાડી લઈને ઝાડની એક ડાળી કાપીને પોતાના ખભા પર મૂકી અને પોતાના સૈનિકોને કહ્યું, “મેં શું કર્યું એ તમે જોયું છે. તમે પણ ઝટપટ એ પ્રમાંણે કરો.”