Judges 9:51 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તે નગરમાં એક મજબૂત કિલ્લો હતો અને તેમાં નગરનાં સર્વ પુરુષ, સ્ત્રીઓ તથા નગરના સઘળા આગેવાનો નાસી ગયા અને અંદરથી કિલ્લાનું બારણું બંધ કર્યું. પછી તેઓ કિલ્લાની છત પર ચઢી ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં એક મજબૂત બુરજ હતો, અને આગેવાનો સહિત સઘળાં સ્ત્રીપુરુષો તે બુરજમાં દોડી ગયાં. તેમણે અંદરથી બારણું વાસી દીધું અને બુરજના ધાબા પર જતા રહ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તે નગરમાં એક મજબૂત કિલ્‍લો હતો, ને તેમાં નગરના સર્વ લોક, પુરુષો તથા સ્‍ત્રીઓ, નાસી ગયાં, ને અંદરથી બારણું બંધ કરીને કિલ્‍લાના ધાબા પર ચઢી ગયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નગરીની વચ્ચોવચ્ચ એક મજબૂત કિલ્લો હતો અને તેમાં શહેરનાં બધાં સ્ત્રી-પુરુષોએ આશરો લીધો, તેમણે અંદર જઈ બારણાને ભોગળવાસી દીધી અને બધાં ધાબા ઉપર ચઢી ગયાં.