Lamentations 2:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ પોતાની માતાઓને કહે છે, "રોટલી અને દ્રાક્ષારસ ક્યાં છે?" નગરની શેરીઓમાં ઘાયલ થયેલાની જેમ તેઓને મૂર્છા આવે છે, તેઓ તેઓની માતાના ખોળામાં મરણ પામે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ભૂખ્યાં અને તરસ્યાં તેઓ તેમની માતાને પોકારે છે. જાણે ઘાયલ થયાં હોય તેમ તેઓ રસ્તા પર પટકાઈ પડે છે, અને ધીમે ધીમે પોતાની માતાના ખોળામાં મરણ પામે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નગરના મહોલ્‍લાઓમાં ઘાયલ થયેલાની જેમ તેઓને મૂર્ચ્છા આવે છે, અને ધાન્ય તથા દ્રાક્ષારસ ક્યાં છે એવું પોતાની માતાઓને પૂછતાં પૂછતાં તેઓ તેમની ગોદમાં પ્રાણ છોડે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ પોતાની માતા પાસે રોટલી અને દ્રાક્ષારસની માંગણી કરે છે; જ્યારે તેઓ ઘવાયેલાઓની જેમ બેભાન થઇને શહેરની ગલીઓમાં પડ્યા છે, અથવા જ્યારે તેઓ પોતાની માતાની છાતી પર મૃત્યુ પામે છે.