Lamentations 2:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યરુશાલેમની દીકરી, હું તારા વિષે તને શું કહું? હે સિયોનની કુંવારી દીકરી, હું તને કોની સાથે સરખાવું? તારો ઘા સમુદ્ર જેટલો ઊંડો છે. તને કોણ સાજી કરશે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે યરુશાલેમ, પ્રિય યરુશાલેમ, હું શું કહું? હું કેવી રીતે તને દિલાસો આપું? કોઈને ક્યારેય આવું દુ:ખ પડયું નહિ હોય. સમુદ્ર સમી તારી આપત્તિનો કોઈ આરો કે ઉપાય નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યરુશાલેમની દીકરી, હું તને શો બોધ આપું? હે સિયોનની કુંવારી દિકરી હું તને કોની ઉપમા આપું? હું તને દિલાસો દેવા માટે તને શાની સાથે સરખાવું.? કેમ કે તારું બાકોરું સમુદ્ર જેવડું છે! તારું દુ:ખ કોણ ટાળી શકે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તને શું કહું? હે યરૂશાલેમનગરી; હે કુંવારી સિયોનપુત્રી તને કોની ઉપમા આપું? તને કોની સાથે સરખાવી? તારી સાગર જેવી વિશાળ વેદનાનો ઉપાય કોણ કરશે?