Lamentations 2:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે જે વિચાર્યું તે તેમણે કર્યું છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પૂરું કર્યું છે. દયા રાખ્યા વગર તેમણે તેને તોડી પાડ્યું છે, તારો શત્રુ તારા હાલ જોઈને હરખાય, એવું તેમણે કર્યું છે; તેમણે તારા દુશ્મનોનું શિંગ ઊંચું ચઢાવ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ તો છેવટે પોતે ઉચ્ચારેલી ધમકી પ્રમાણે તેમણે જે કરવા ધાર્યું હતું તે કર્યું છે. ઘણા લાંબા સમય પહેલાં તેમણે આપેલી ચેતવણી પ્રમાણે તેમણે નિદર્યપણે આપણો નાશ કર્યો છે. આપણા દુશ્મનોને તેમણે વિજય પમાડયો છે અને આપણા પતન પર તેમને હરખાવા દીધા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ જે નિર્ણય કર્યો હતો તે તેમણે પાર પાડ્યો છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પાર પાડ્યું છે. દયા રાખ્યા વગર તેમણે તને તોડી પાડ્યું છે. અને તારો શત્રુ તારા [હાલ જોઈને] હરખાય, એવું તેમણે કર્યું છે. પ્રભુએ તારા દુશ્મોનોનું શિંગ ઊંચું ચઢાવ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ જે વિચાર્યુ તે કર્યું અને તે સાચું પડ્યું; તેનો ભય, જેમ તેણે પ્રાચીનકાળમાં ચેતવણી આપી હતી તેમ તેણે નિર્દયપણે ભયંકર વિનાશ કર્યો. અમને નીચા પડતા જોઇ શત્રુઓને ખુશ કરવા સારું આ તક આપી છે, તેણે તમારા શત્રુઓને ઘમંડી બનાવ્યા છે.