Lamentations 2:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવા, જુઓ અને વિચાર કરો કે તમે કોને આવું દુઃખ આપ્યું છે. શું સ્ત્રીઓ પોતાના સંતાનોને, એટલે સ્તનપાન કરાવેલા બાળકનો ભક્ષ કરે? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્રસ્થાનમાં માર્યા જાય?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, જરા જુઓ તો ખરા કે તમે કોને આવું દુ:ખ દઈ રહ્યા છો? સ્ત્રીઓ પોતાનાં પ્રિય બાળકોનું માંસ ખાય છે. યજ્ઞકારો અને સંદેશવાહકો મંદિરમાં જ મારી નંખાયા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા, જુઓ, ને વિચાર કરો કે, તમે કોને આવું [દુ:ખ] દીધું છે! શું સ્‍ત્રીઓ પોતાના પેટના ફળને એટલે ખોળામાં રમાડેલાં પોતાનાં ધાવણાં બાળકોને ખાય? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્ર સ્થાનમાં માર્યા જાય?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આજુબાજુ જુઓ હે યહોવા! જો તું કોને દુ:ખી કરી રહ્યો છે? શું માતાઓ તેમના જ પોતાના બાળકોને ખાય? શું તારા યાજકો અને પ્રબોધકોને તારા જ પવિત્રસ્થાનમાં મારી નાંખવામાં આવે?