Lamentations 2:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે ભારે કોપથી ઇઝરાયલનું સઘળું બળ કાપી નાખ્યું છે. તેમણે શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે. જે ભડભડ બળતો અગ્નિ ચારે તરફનું બાળી નાખે છે તેમ તેમણે યાકૂબને બાળી નાખ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે પોતાના ક્રોધમાં ઇઝરાયલની તમામ તાક્ત ભાંગી નાખી છે. દુશ્મન ચડી આવ્યો ત્યારે તેમણે મદદ કરવાની ના પાડી દીધી. ચારેકોર ફરી વળતા ભડભડતા અગ્નિની જેમ પોતાના કોપાગ્નિમાં તેમણે સઘળાંનો નાશ કર્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે ભારે કોપથી ઇઝરાયલનું દરેક શિંગ કાપી નાખ્યું છે. યહોવાએ શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે. અને જે ભડભડ બળતો અગ્નિ ચારે તરફનું ખાઈ નાખે છે, તેની જેમ યહોવાએ યાકૂબને બાળી નાખ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે ઇસ્રાએલની શકિત ભયંકર ક્રોધમાં આવીને હણી નાખી છે; તેણે તેઓને પોતાના શત્રુઓની વિરૂદ્ધ લડવા માટે મદદ કરી નહોતી. અને તેણે આજુબાજુનું બધુંયે ભડભડતા અગ્નિની જેમ બાળી નાખ્યુ.