Lamentations 4:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અરે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર, તારી પાસે પ્યાલો આવશે. તું ચકચૂર થઈને પોતાને નિર્વસ્ત્ર કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે અદોમ અને ઉસ નગરના લોકો, હર્ષ તથા આનંદ કરો! તમારા પર પણ આફત આવે છે! તમે પણ વસ્ત્રહીન અને લજિજત થઈને લથડિયાં ખાશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અરે અદોમની દિકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર. તારી પાસે પણ પ્યાલો આવશે! તું ચકચૂર થઈને પોતાને નગ્ન કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અદોમના લોકો આનંદ માણો, તમારામાંના જે ઉસ પ્રદેશમાં રહે છે તેઓએ બતાવવું જોઇએ કે યરૂશાલેમના લોકો જોડે જે થઇ રહ્યું છે તેનાથી ખુશ છે. પણ દુ:ખનો પ્યાલો તમારી પર પણ આવશે ત્યારે તમે ભાન ભૂલી જશો અને પોતાને નગ્ન કરી દેશો.