Leviticus 10:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તમારે પવિત્ર જગ્યામાં ખાવી, કેમ કે યહોવાહને અગ્નિથી કરેલા અર્પણોમાંથી તે તારો ભાગ તથા તારા પુત્રોનો ભાગ છે, કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા કરવામાં આવી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પવિત્ર સ્થળે બેસીને તે ખાઓ. પ્રભુને ચડાવેલાં અર્પણમાંથી એ તમારો અને તમારા પુત્રોનો હિસ્સો છે. આ આજ્ઞા મને પ્રભુએ આપેલી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે તમારે પવિત્ર જગામાં ખાવું. કેમ કે યહોવાના હોમયજ્ઞમાંથી તે તારું દાપું તથા તારા પુત્રોનું દાપું છે. કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા મળેલી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને એવી આજ્ઞા કરવામાં આવી છે કે તમાંરે એ પવિત્ર સ્થાને જમવી, યહોવાને ચઢાવેલા અર્પણમાંથી એ ભાગ તારો અને તારા પુત્રોનો થાય છે.