Leviticus 10:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી હારુને મૂસાને જવાબ આપ્યો, "જુઓ, આજે તેઓએ પોતાના પાપાર્થાર્પણ અને દહનીયાર્પણ યહોવાહ સમક્ષ ચઢાવ્યા છે. જો મેં આજે પાપાર્થાર્પણ ખાધું હોત, તો શું તેથી યહોવાહ પ્રસન્ન થયા હોત?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ આરોને મોશેને કહ્યું, “જો, આજે તો તેમણે પ્રભુને પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ ચડાવ્યો છે; અને છતાં મારી આવી દશા થઈ છે! તો પછી મેં આજે પ્રાયશ્ર્વિતબલિમાંથી ખાધું હોત તો તે પ્રભુની દૃષ્ટિએ યોગ્ય ગણાયું હોત?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હારુને મૂસાને કહ્યું, “જો, તેઓએ આજ યહોવાની આગળ પોતાનું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ્યું છે; અને મારા પર આવી આપદાઓ આવી પડી છે. અને જો મેં આજે પાપાર્થાર્પણ ખાધું હોત, તો શું તે યહોવાની દષ્ટિમાં સારું લાગ્યું હોત?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ હારુને મૂસાને કહ્યું, “જુઓ, આજે એ લોકોએ પોતાના પાપાર્થાર્પણ અને દહનાર્પણ યહોવા સમક્ષ ધરાવ્યો છે, અને માંરી આ દશા થઈ છે. પરંતુ જો હું આજે પાપાર્થાર્પણ જમ્યો હોત, તો શું તેથી યહોવા પ્રસન્ન થયા હોત?”