Leviticus 11:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જે કોઈ એ મૃતદેહમાંથી તેનું માંસ ખાય તો તે પોતાના વસ્ત્રોને ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેના મૃતદેહને ઊંચકે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ તે શબમાંથી ખાય તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ તેવા શબને ફેંકી આવે તેણે પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે કોઈ તેનું મુડદાલ ખાય તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. તેનું મુડદું ઊંચકનાર પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે કોઈ એ શબમાંથી તેનું માંસ ખાય અથવા તેના શબને ઉઠાવીને દૂર લઈ જાય, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.