Leviticus 12:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે તેને માટે યહોવાહ સમક્ષ ચઢાવે અને તેના માટે પ્રાયશ્ચિત કરે અને તે તેના રક્તસ્ત્રાવમાંથી શુદ્ધ થશે. જેને પુત્ર કે પુત્રીનો જન્મ થાય, તે સ્ત્રીને માટે આ નિયમ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકાર પ્રભુને બલિદાન ચડાવી સ્ત્રીને માટે અશુદ્ધતા દૂર કરવા પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે સ્ત્રી તેના રક્તસ્રાવના સંબંધમાં વિધિગત રીતે શુદ્ધ થએલી ગણાય. પ્રસૂતા માટે આ નિયમ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાની આગળ તે તેને ચઢાવે, ને તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તે તેના રક્તસ્‍ત્રાવમાંથી શુદ્ધ થશે. જેને પુત્રનો કે પુત્રીનો જન્મ થાય, તેને માટે એ નિયમ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજક તેને યહોવા સમક્ષ ધરાવે અને તેના માંટે પ્રાયશ્ચિત કરે. એટલે તે તેના બાળકના જન્મ પછીના રકતસ્રાવની અશુદ્ધિમાંથી શુદ્ધ ગણાય. પ્રસૂતાને લગતો આ નિયમ ઉપર પ્રમાંણે છે. બાળકના જન્મ પછીની આ સર્વ વિધિ છે.