Leviticus 13:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજક તેને તપાસે અને જુઓ તે ત્વચા કરતાં ઊંડું લાગે અને તે ચાઠા પરના વાળ સફેદ થઈ ગયા છે, તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે. તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો, તે ગૂમડાંમાં ફાટી નીકળ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકાર તેની તપાસ કરે. જો ચાંદું ચામડી કરતાં ઊંડું ગયું હોય અને તેમાંના વાળ સફેદ થઈ ગયા હોય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક તેને તપાસે, ને જુઓ, તે ત્વચા કરતાં ઊડું જણાતું હોય, ને તે પરના વાળ ધોળા થઈ ગયા હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; તેને તો કોઢનો રોગ સમજવો, તે ગૂમડાંના ફાટી નીકળ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો યાજકને લાગે કે રોગ ચામડીની નીચે અંદર સુધી પ્રસરી ગયો છે અને તે ચાઠા પરના વાળ સફેદ થઈ ગયા છે, તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે, કારણ કે ગુમડામાંથી કોઢ ફાટી નીકળ્યો છે.