Leviticus 13:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ જો યાજક તે તપાસી જુએ કે ચાઠાંમાં સફેદ વાળ નથી અને તે ચામડીની નીચે સુધી પ્રસરેલ નથી તથા ચાઠું ઝાખું પડતું જાય છે, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ માટે જુદો રાખવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે; તે તો રક્તપિત્ત છે. પણ યજ્ઞકારને તપાસમાં માલૂમ પડે કે ચાઠાં પરના વાળ સફેદ થયા નથી કે તે ચામડી કરતાં ઊંડે ગયેલું નથી, પણ ઝાંખું પડયું છે તો તેને સાત દિવસ સુધી અલગ રાખવામાં આવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો યાજક તેને તપાસે ને જુઓ, તે ચળકતા ચાંદામાં ધોળા વાળ દેખાતા ન હોય, ને તે ત્વચા કરતાં ઊંડું ન હોય, પણ ઝાંખું દેખાતું હોય, તો યાજક તેને સાત દિવસ સુધી પૂરી રાખે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યાજક જુએ કે ચાઠાંમાં સફેદ વાળ નથી, અને તે ચામડીની નીચે સૂધી પ્રસરેલ નથી અને ચાઠું ઝાખું પડતું જાય છે, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ માંટે જુદો રાખવો.