Leviticus 13:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો ચાઠું ચામડી પર ફેલાયું ના હોય અને ઝાંખું થઈ ગયું હોય, તો તે દાઝેલા ઘાનું ચાઠું છે માટે યાજકે તેને શુદ્ધ જાહેર કરવો, કેમ કે તે દાઝ્યાનું ચાઠું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ જો ચાઠું એવું ને એવું જ હોય, ચામડીમાં વધુ પ્રસર્યું ન હોય અને ઝાંખું પડેલું દેખાય તો તે દાઝી ગયાને લીધે જ છે. યજ્ઞકારે તેને શુદ્ધ જાહેર કરવો; કારણ, તે ચાઠું દાઝી ગયાને લીધે પડેલું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો ચળકતું ચાંદું તે ને તે જ જગાએ રહે, ને ત્વચામાં પસર્યું ન હોય, પણ ઝાંખું થઈ ગયું હોય, તો તેને દાઝયાનું ઢીમું સમજવું, ને યાજક તેને શુદ્ધ ઠરાવે; કેમ કે તે દાઝયાનું ચાઠું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ જો ચાઠું ચામડી પર ફેલાયું ના હોય અને ઝાંખું થઈ ગયું હોય, તો તે દાઝેલા ધાનું ચાઠું છે માંટે યાજકે તે શુદ્ધ જાહેર કરવું કેમકે તે દાઝેલાનું ચાઠું છે.