Leviticus 13:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યાજક તેના શરીરના ચામડી પરનો રોગ તપાસે. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઊતરેલો લાગે, તો તે કુષ્ટરોગ છે. યાજક તે માણસને તપાસ્યા પછી, તેને અશુદ્ધ જાહેર કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકાર તેની ચામડી ઉપરના રોગની તપાસ કરે. જો ત્યાંના વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડી કરતાં ઊંડો દેખાય તો નિશ્ર્વે તે રક્તપિત્ત છે તેમ સમજવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક તે શરીરની ત્વચામાં રોગને જુએ; અને જો તે રોગની જગા ઉપરના વાળ ધોળા થઈ ગયા હોય, અને તે રોગ ત્વચા કરતાં ઊંડો ઊતરેલો દેખાતો હોય, તો તે કોઢનો રોગ સમજવો. અને યાજક તેને તપાસીને તેને અશુદ્ધ ઠરાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યાજકે એ ચામડી પરનું ચાઠું તપાસવું. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય, અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઊતરેલો લાગે તો તે કોઢ છે. અને યાજકે તે માંણસને એક અશુદ્ધ કોઢિયો જાહેર કરવો.