Leviticus 13:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો યાજકે તેની તપાસ કરવી અને જો તે ચામડી કરતાં ઊંડું ખબર પડે અને વાળ પીળા તથા આછા થઈ ગયા હોય, તો યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. તે ઉંદરી પ્રકારનો માથાનો કે દાઢીનો કુષ્ટરોગ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તે ચામડી કરતાં ઊંડું હોય અને ત્યાંના વાળ પીળા અને આછા થઈ ગયા હોય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે. તે ઊંદરીનો રોગ છે. તે એક જાતનો માથા કે હડપચીનો રોગ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો યાજક તે રોગ તપાસે, અને જો તે ત્વચા કરતાં ઊંડો દેખાતો હોય, ને તે ઉપર પીળા બારીક વાળ હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એને ઉંદરી, એટલે માથાનો કે દાઢીનો કોઢ સમજવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો યાજકે તેની તપાસ કરવી, અને જો તે ચામડી કરતાં ઊડું ખબર પડે અને વાળ પીળા અને આછા થઈ ગયા હોય, તો યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો, તે ઉંદરી પ્રકારનો માંથાનો કે હડપચીનો એક કોઢ છે.