Leviticus 13:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકે સાતમાં દિવસે ફરીથી તેને તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ ન હોય તથા ચામડી કરતાં ઊંડી માલૂમ ન પડે, તો યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો. પછી તે વ્યક્તિએ વસ્ત્રો ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થઈ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાતમે દિવસે યજ્ઞકાર ફરીથી તેનો રોગ તપાસે. જો ઊંદરી ચામડી પર વધારે પ્રસરી ન હોય કે ચામડી કરતાં ઊંડે ગઇ ન હોય તો યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સાતમે દિવસે યાજક તે ઉંદરીને તપાસે. અને જો, તે ઉંદરી ત્વચામાં પસરી ન હોય, ને ત્વચાથી ઊંડી દેખાતી ન હોય, તો યાજક તેને શુદ્ધ ઠરાવે; અને તે પોતાનાં વસ્‍ત્ર ધોઈને શુદ્ધ થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકે સાતમાં દિવસે ફરીથી તેને તપાસવો, અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ ન હોય, અને ચામડી કરતાં ઊડી ખબર ન પડે, તો યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો. પછી તે વ્યક્તિએ વસ્ત્રો ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થઈ જશે.