Leviticus 13:57 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
છતાં જો વસ્ત્રમાં તાણા કે વાણામાં કે ચામડાની વસ્તુમાં ફરીથી ડાઘ દેખાય તો ચેપ નવેસરથી ફેલાય છે એમ માનવું અને જેને ચેપ લાગ્યો હોય તે વસ્તુને અગ્નિમાં બાળી મૂકવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછીથી જો ફરીથી ફૂગ દેખાય તો રોગ પ્રસરે છે તેમ માનવું અને તે વસ્તુને બાળી નાખવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તે હજી પણ તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં, અથવા ચામડાની કોઈપણ વસ્તુમાં દેખાય, તો તે પસરવા લાગ્યો છે. રોગવાળી વસ્તુને તારે આગમાં બાળી નાખવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
છતાં જો વસ્ત્રમાં તાણાવાણામાં કે ચામડાની વસ્તુમાં ફરીથી ડાઘ દેખાય તો ચેપ નવેસરથી ફેલાય છે એમ માંનવું અને જેને ચેપ લાગ્યો હોય તે વસ્તુને અગ્નિમાં બાળી મૂકવી.