Leviticus 13:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ વ્યક્તિને કુષ્ટરોગનું ચાંદું હોય અને રોગ હોવાની શંકા જાય, તો તેને યાજક આગળ લઈ જવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈને ચામડીમાં ચાંદાનો રોગ થયો હોય તો તેને યજ્ઞકાર પાસે લઈ જવો. યજ્ઞકાર તેની તપાસ કરે. જો તેની ચામડીમાં સફેદ ચાંદું હોય અને તેને લીધે તેના વાળ પણ સફેદ થઈ ગયા હોય અને ચાંદું પરુંથી ભરાઈ ગયું હોય;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કોઈ મનુષ્યને કોઢનો રોગ હોય, તો તેને યાજકની આગળ લાવવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ વ્યક્તિને કોઢનું ચાંદું હોય અને કોઢ હોવાની શંકા જાય, તો તેને યાજક આગળ લઈ જવો. અને યાજકે તેને તપાસવો.