Leviticus 14:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દોષાર્થાર્પણ માટેના ઘેટાંને કાપી નાખે અને તેનું થોડું રક્ત લઈ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી તથા તેના જમણા હાથના અને જમણા પગના અંગૂઠા પર લગાવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી તે ઘેટાંને કાપે અને તેમાંથી થોડું રક્ત લઈ શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર તથા જમણા હાથ અને જમણા પગના અંગૂઠા પર તે લગાડે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દોષાર્થાર્પણનો હલવાન તે કાપે, ને યાજક તે દોષાર્થાર્પણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ દોષાર્થાર્પણ માંટેના ઘેટાનો વધ કરે અને તેનું થોડું લોહી લઈ તે વ્યક્તિના જમણા કાનની બૂટે અને તેના જમણા હાથના અને જમણા પગના અંગૂઠે લગાવે.